જનમો જનમ ની પ્રીતિ દિધી કા વિસરી પ્યારી કરી તે શાને મરણ પથારી
જલતા હૃદય ની તેતો વેદના ના જાણી
પ્રીતના પારેવડા ની પંખો રે પીખાણી
ઝંખાતા જીવો ની લગની નથી રે અજાણી
સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી , સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
સુહાગણ રહી ને મરવું જીવવું તો સંગ માં(2) પલ પલ ભીજાવું તમને પ્રીતડી ના રંગ માં
ભાવો ભાવો મળીને કરીએ ઉર ની ઉજાણી
તમે મારા મન ના મોહન જગ થી દુલારા ,એક રે આતમ ને જુદા રચ્યા રે કિનારા
સુખો માં તમારા મારી સીમા રે સમાણી
તમે મારા મન ના મોહન જગ થી દુલારા ,એક રે આતમ ને જુદા રચ્યા રે કિનારા
સુખો માં તમારા મારી સીમા રે સમાણી
જીગર ને અમી ની આતો રજની
છાયા રૂપે નયન ને પિંજરે પુરાની