Monday, March 5, 2012

સજન મારી પ્રીતડી song from જીગર ને મીઠો અમી

સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી , સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના ભુલાશે પ્રણય કહાણી...(2)
જનમો જનમ ની પ્રીતિ દિધી કા વિસરી પ્યારી કરી તે શાને મરણ પથારી
જલતા હૃદય ની તેતો વેદના ના જાણી
રહી રે ગયી અંતર ની ઉર્મીઓ કુવારી મૃગ જળ સરીખી માયા નીકળી ઠગારી
પ્રીતના પારેવડા ની પંખો રે પીખાણી
ધારા પર ઝૂકેલુ ગગન કરે રે અણસારો , મળશે જીગર ને મીઠો અમી નો સહારો
ખાતા જીવો ની લગની નથી રે અજાણી
સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી , સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના ભુલાશે પ્રણય કહાણી...
સુહાગણ રહી ને મરવું જીવવું તો સંગ માં(2) પલ પલ ભીજાવું તમને પ્રીતડી ના રંગ માં
ભાવો ભાવો મળીને કરીએ ઉર ની ઉજાણી
તમે મારા મન ના મોહન જગ થી દુલારા ,એક રે આતમ ને જુદા રચ્યા રે કિનારા
સુખો માં તમારા મારી સીમા રે સમાણી
તમે મારા મન ના મોહન જગ થી દુલારા ,એક રે આતમ ને જુદા રચ્યા રે કિનારા
સુખો માં તમારા મારી સીમા રે સમાણી
જીગર ને અમી ની આતો
રજની
સુહાગી મળે તે સરસ ના જોડ ની સુહાગી
છાયા રૂપે નયન ને પિંજરે પુરાની

No comments:

Post a Comment