પૃથ્વી આ રમ્ય છે , આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને
કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે ,ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં
મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે
શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય
છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો
રહ્યો.
આ બધું અનન્ય છે. ,ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે. પૃથ્વી મારી રમ્ય છે.
તડકાને
કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે ,ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં
મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે
શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય
છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો
રહ્યો.
આ બધું અનન્ય છે. ,ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે. પૃથ્વી મારી રમ્ય છે.
-નરેન્દ્ર મોદી.
No comments:
Post a Comment