બોદાણા નું ગાડું હાંકે રે
મારો દેવ દ્વારકા વાળો
અગમ ના ભેદ ભાખે રે મારો દેવ દ્વારકા વાળો
પ્રેમ ને વશ થઇ હરજી મારો સાચવે સૌ નું ટાણુ
ભર સભા દૌપદી ના પુર્યા ચિર નવસો નવાણુ
ગઢ જૂનાડે મેહતો જાણા છોડાવ્યો રાગ કેદારો
જેલ મા જઈને હાર પેહરાવયો તે જ દ્વારકા વાળો
ભકત બોદાણા ની ભકિત જોઈ ને હરખયા દીન દયાળ દ્વારકા છોડી ડાકોર આવ્યા જય જય રણછોડ રાય
ઉપાડી એક વાળી યજ્ઞ મા ગત ગોવિંદે જાણી
કુરુક્ષેત્ર મા અર્જુન નો રથ હાંકે સાળંગપાણી
No comments:
Post a Comment