અંતમાં આરંભ અને આરંભમાં અંત..
પાનખરના હૈયામાં ટહુકે વસંત..
પાનખરના હૈયામાં ટહુકે વસંત..
સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લય,
કેસુડાંનો કોના પર ઉછળે પ્રણય ???
ભલે લાગે છે કે રંક પણ ભીતર શ્રીમંત..
પાનખરના હૈયામાં ટહુકે વસંત..
આજે તો વનમાં કોના વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રકટે દીવા..
આશિર્વાદ આપવા આવે છે સંત..પાનખરના હૈયામાં ટહુકે વસંત..
sung by parthiv gohel
sung by parthiv gohel
No comments:
Post a Comment